જો આજે ફરીથી તું યાદ આવી ગઈ @ગાંડી.. :)
ખબર નહીં કેમ તું વારંવાર યાદ આવ્યા જ કરે છે..
પણ સાચુ કવ.. ? તું જેટલી વાર યાદ આવે છે ને..
એટલી વાર સાથે સાથે એક મસ્ત મજાનુ સ્મિત લાવે છે યાર..
અવે દીવાળી આવી રહી છે.. એક પ્રસંગ યાદ આવી ગયો યાર..
અમેં મિત્રો એ મળી બોમ ફોડ્યો તો તારી પાછળ ઉભા રહીને અને જેવો બોમ ફુંટ્યો અને તું જે ગભરાય ને રડી છે.. બાપરે બાપ.. પહેલી વાર જોઈ હતી તને રડતા..
પહેલા તો હું પણ સૌ ની જેમ આનંદ માણી રહ્યો હતો પણ ખબર નહીં કેમ.. અચાનક જ તને આ રીતે ઘબરાયેલી અને રડતી જોઈને મને પણ પહેલીવાર દુઃખ થયું હતું..
આજ સુધી અફસોસ થતો હતો કે અમારે આ રીતે બોમ નહોતો ફોડવાનો.. પણ આજે અફસોસ નથી થતો.. કારણ કે ક્યાં હવે એ તારુ નિર્દોષ રોતડપણું અને હાસ્ય જોવાં મળે છે..
તારા રુઠ્યાં પછી તને જે રીતે મે મનાવી છે.. કસમથી યાર આટલા ગાંડા મેં આજસુધી નથી કાઢ્યા..
એમાં છેલ્લો ડાયલોગ આ હતો ( કે હું મારા પગ જોડી તને હાથે પડું..) ??? અને ત્યારબાદ તું હસી.. અને એક વાર કોઈપણ હસે એટલે એતો ફસે જ.. ???
પણ સત્ય કવ ખાલી પ્લાનીંગ @ગાંડા નું હતું પણ બોમ તો બીજાએ ફોડ્યો હતો.. ???
બસ તારા ગયા પછી અવે આવાં જ તો ગણ્યા ગાઠ્યા પ્રસંગો ની યાદ છે મારી કને.. ?