મારી જે ગઝલો છે માનવના જ શબ્દો છે,
દવ લાગ્યો દાવાનળ શો એનો જ બળાપો છે;
આ જખ્મો તો કંઈ નથી જે દેખાય છે,
હૈયામાં તો વેદનાના વંટોળ ઉડે છે;
આ હસ્ત થઈ જાય ના ખાંડું કે તલવારી,
એથી જ તો વાળી રાખી મે અદબ છે;
ના ફૂટ્યો બોમબ કે ના છૂટી મિસાઈલ,
ઉર તૂટ્યું એનો જ આ ધડાકો છે;
માનવ થઈ ગયો દાનવ સમ અલગ અલગ અદાઓ લઈ,
દર્દો મળ્યા માનવથી એની જ આ દવાઓ છે;
માનવની ખોજમાં પહોંચી ગયો અશ્ક યમદ્વારે
સર્જક થઈ ગયો આ કોની દુઆઓ છે?
-અ.રે.