Gujarati Quote in Blog by Chaitanya Joshi Deepak Porbandar

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

ત્રિજ્યા અપેક્ષાની સીમીત થાય તો સારું.
વધતો જતો વ્યાપ અટકી જાય તો સારું.

સુખ અને દુઃખનાં મૂળમાં અપેક્ષા હોવાની,
સનાતન સત્ય કોઈને હવે સમજાય તો સારું.

નથી શક્ય માનવ કદી અપેક્ષાશૂન્ય હોય જે,
કિન્તુ મળેલાંને મબલખ માની જવાય તો સારું.

પ્રયત્નોની પરાકાષ્ઠાએ મન મુરાદ પૂરી થતી,
ગુમાવેલાંને સહજતાથી સ્વીકારાય તો સારું.

દ્વંદ્વ જગતના આખરે દુઃખ આપનારા હોય,
સારાસાર વિવેક કોઈ ચહેરે નજરાય તો સારું.

ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.

Gujarati Blog by Chaitanya Joshi Deepak Porbandar : 111043658
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now