આશાના તાંતણે જીવન જીવી જાય છે માણસ.
પૂરી થતાં એકાદ આશા એ હરખાય છે માણસ.
સ્વાર્થ કે પરમાર્થની બુનિયાદે આશા જાગી જતી,
રહેતાં આશા અધૂરી કેટલો વલખાય છે માણસ.
આશા બ્રહ્મના બાપની પણ નથી પૂરી થઈ અહીં,
તોય નિતનવી આશાઓમાં એ ફસાય છે માણસ.
વિષચક્ર આશાતણું ભલભલાને ભરખી જનારું,
કોઈ યોગીના મનમહીં દફન એનું દેખાય છે માણસ.
વ્યાપ એનો કેટલો કબજો મન પર જમાવી બેસતો,
મૃત્યુ પછી પણ આશા કેટલી પરખાય છે માણસ.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.