#LoveYouMummy
વ્હાલી મમ્મી
આજના આધુનિક યુગમાં મોબાઈલના જમાનામાં આ પત્ર લખી રહી છું તને નવાઇ લાગશે પણ મને લાગ્યું આજ એક રસ્તો છે તને થેન્ક્યુ કહેવાનો કેમ કે તારા ફેસ પર થેન્ક્યુ કેતા કદાચ મને “શરમ” આવશે.
નાની હતી ત્યારનો તો બધું યાદ નથી પણ સ્કૂલ ટાઈમ માં જ્યારે સવારે તું વહેલી ના ઉઠી શકી હોય અને નાસ્તામાં ગરમ નાસ્તા ના બદલે મમરા ભરી આપતી ત્યારે તારા પર બહુ ગુસ્સો આવતો અને થતું તું શું કરે શું છે વહેલી ઉઠી પણ નથી શકતી. કોલેજમાં જ્યારે કઈ પ્રોજેક્ટ વર્ક કે કોઈ નવા સબ્જેક્ટ ની વાત આવતી ત્યારે તારા સજેશન મને સાવ જૂના જમાના ના લાગતા. બેસ્ટ ફ્રેન્ડ સાથે જ્યારે ઝઘડો થતો ક્યારે તારા ખોળામાં માથું મૂકીને રોતા સમય થતું કે તને બધી જ ખબર પડે છે મમ્મી. પણ ફરી જ્યારે બધુ ઓકે થઈ જતું તારે તું મને ફરી એજ જૂની મમ્મી "તને કંઈ સમજ ન પડે" વાળી લાગતી
પણ મમ્મી મને આજે સમજણ પડે છે ખરેખર તને કેટલી સમજ પડતી હતી. તું વગર કહે વગર બોલે વધુ સમજી જતી હતી. એવું મને આજે સમજાય છે. કેમકે આજે હું પણ મમ્મી માંથી " તને કંઈ સમજ ન પડે" વાળી મમ્મી બની ગઈ છું.
મમ્મી લવ યુ બહુ જ મોડે મોડેથી આજે મને સમજાયું થેન્ક્સ ટુ તારી દોહિત્રી ?
લિ. તારી બધું જ સમજવા વાળી દીકરી
@ધરતી દવે