મસ્ત મજાની તું અને તારા તેવર
નથી પહેર્યા એકેય તોય તેં ઝેવર
નસો છે મને તારો મારી નસેનસમાં
વસે છે એટલે જ મારા રોમેરોમમાં
મસ્ત મજાની તું.....
રંગ જોઈ રિસાતો પણ નથી મનમાં
આખરે તું જ રહે છે ને મારા તનમાં
નજીક આવીને કહેને આ કાનમાં
એક તું જ છે મારા આ જીવનમાં
પછી હોય લાગણીની કાયમ લહેર
મસ્ત મજાની તું અને તારા તેવર...