ઈરાન વિરુદ્ધ ઘણા દેશો નું યુદ્ધ ચાલી રહ્યું છે. ઇતિહાસ કહે છે કે પારસીઓ ઈરાન થી આવ્યા અને ભારતને તેમનું વતન બનાવી ઘણે ક્ષેત્રે સિંહફાળો આપ્યો. સહુને પારસીઓ માટે ગર્વ છે જ.
શું આજથી 60 વર્ષ અગાઉ ઈરાન સંપૂર્ણ મુસ્લિમ દેશ, radical વિચારસરણી વાળો નહીં હોય?
ભારતના વતન પ્રેમ ઉપરાંત ત્યારે 60 કે 70 ઉપરની વયના પારસીઓ ઈરાન ને પણ મૂળ વતન ગણતા હશે?
એટલે યાદ આવ્યું કે 1966 - 67 માં ઈરાનના રાજા ભારતની અને તેમાં એક દિવસ મુંબઈની મુલાકાતે આવ્યા.
એ વખતે મારા મામા ભાવનગર ઇન્ડિયન એરલાઇન્સ માં હતા અને પ્લેનમાં મુસાફરોને વાંચવા અખબાર અપાતું. એવું એક મુંબઈ સમાચાર તેઓ એ દિવસોમાં ઘેર લઈ આવ્યા. જેમાં અહેવાલ હતો કે ઇરાનના રાજા સફેદ , લશ્કરી ડ્રેસમાં ખુલ્લી જીપમાં મુંબઈ ચોપાટી, મરીન ડ્રાઇવ અને એ પટ્ટી પર ફર્યા અને પારસી કોમ્યુનિટીએ લાઇનોમાં ઊભી તેમનું ઉમળકાભેર સ્વાગત કર્યું.
એ ફોટો મનમાં કોઈક રીતે યાદ રહી ગયો છે. એ સાથે, એક પારસી જમશેદજી ભરૂચાએ લખેલ પંક્તિ
"અય આર્યમિહિર શહેનશાહ એ ઈરાન
તું રોશનવાન બાસી તું ઓ કામરાન."
આગળ પણ લખેલું. મને એ પંક્તિ યાદ રહી ગઈ છે.
રોશન વાન બાસી એટલે કદાચ તેજ પુંજમાં રહેનાર. કામરાન એટલે સમૃદ્ધ, ઇચ્છાઓ પૂરી કરનાર.
60 વર્ષ અગાઉ જે 70 ના હોય એમના બે કે ત્રણ પેઢી અગાઉ ના વડવા ઈરાનથી આવ્યા હોય એટલે ભરૂચા જેવી અટક હોવા છતાં ઈરાનના શાહ વિશે આવી પ્રસ્તુતિ લખી હોય.
મુંબઈ સમાચાર પારસી ગ્રુપે ચાલુ કરેલું. તેમાં એક કોલમ નું નામ પારસી તારી આરસી યાદ છે.
આવું બીજા 60 વર્ષે મને યાદ કેમ છે? ઈશ્વર જાણે.
એ ફોટામાં રાજા પ્રમાણમાં યુવાન દેખાતા હતા. આ ફોટો નેટ પરથી શોધ્યો, કંઈક આવું હતું. ખુલ્લી જીપમાં સહુને હાથ ઊંચો કરી ગ્રીટ કરતા ઇરાનના શહેનશાહ, સાથે કોઈ ડીગ્નિટી, પારસીઓ તેમને હાથ ઊંચા કરે છે.