સમય થોડો રોકાઈ જા ને
દિલ ની વાત કહેવાની બાકી છે
હજી તો ખાલી ધબકે છે દિલ
એને હજી પ્રેમ માં પાગલ થવાનું બાકી છે
સમય થોડો ધીમે ચાલ ને
થોડી પળો માણવાની બાકી છે
જિંદગી તો ખાલી જીવાઈ રહી છે
તેને હજી માણવાની બાકી છે.
સમય થોડી ક્ષણો વધુ આપને
હજી ઈરછાઓ બાકી છે
છેલ્લા શ્વાસ લેતાં પહેલા
હજી થોડી જિંદગી બીજા
માટે જીવવાની બાકી છે...