તૂટેલા દિલ તારી શુ વાત કરું?
હજુય ઘા લેવા ઝંખે તારી શુ વાત કરું?
સુંદર મુખ જોઈ હરખાય તારી શુ વાત કરું?
કાળા મન થી છેતરાય તારી શુ વાત કરું?
એ ભોળા દિલ તારી શુ વાત કરું?
આ કપટી લોકો થી ભરમાય તારી શુ વાત કરું?
તું તડપે એેની યાદમાં તારી શુ વાત કરું?
એ બેખબર ને કોઈ કહે તારી શુ વાત કરું?
ગાંડાઘેલા દિલ તારી શુ વાત કરું?
તું એ હોશિયાર ઉપર મોહયું તારી શુ વાત કરું?
તું હજુય રાહ જોવા તૈયાર તારી શુ વાત કરું?
એ તો મંઝિલ બદલી ચાલ્યા ગયા તારી શુ વાત કરું?