પરસ્પર
આ એક સમયની વાત છે.જયારે એક સિધ્ધર્થ નામ ના રાજા રાજ કરતા હતા.આ રાજા ખુબજ સરસ અને સરળ સ્વભાવ ના હતા. આમજ જીવન નું ચક્ર ચાલતું હતું.અને એક દિવસ રાજા ને એક લાકડાં વેચવા વાળો દેખાય છે.રાજા એને જુવે છે.અને રાજા ને તેને જોઈ ખુબજ ક્રોધ આવે છે.આવી ઘટના વારંવાર થતી હતી જેના કારણે રાજા ને અચરત લાગે છે અને રાજા પોતાના ખાસ અને બુદ્ધિશાળી ગુરૂઓ ની સભા બોલાવે છે અને પોતાને લાકડાં ના વેપારી ઉપર આવતા ક્રોધ નું કારણ પૂછયું તો બધાંય ગુરુ ઓ વિચારવા લાગ્યા પણ કોઇ પણ કારણ મળીયુ નહીં પરંતુ એક ગુરુ વધારે બુદ્ધિશાળી હતા તેને રાજા ને કહ્યું કે તમે તે વેપારી ને સભામાં બોલાવશો તો આપણે તે ઘટના ને સમજવા માં સરળતા રહેશે.રાજાએ ગુરુજી ની આ વાત સાંભળીને અને અમલમાં મૂકી પછી તે વેપારી સભામાં હાજર થયો અને રાજા એ આખી વાત શરૂઆત થી કરી ત્યારે ખબર પડી કે આ વેપારી દરરોજ રાજા ની મોતની દુવા કરતો હતો કારણ કે એના ચંદન ના લાકડાં ને કોઈ પણ ખરીદતું ન હતું જેનાથી તે વિચારવા લાગ્યો કે રાજા કે કોઈ મોટો માણસ નું મૃત્યુ થાય તો જ મારા ચંદન ના લાકડાં નું વેચાણ થાય વેપારી નાં આવાં વિચાર ને કારણે જ રાજા ને ખુબજ ક્રોધ આવતો હતો .વેપારી પાસેથી દરરોજ એક નકારાત્મક વિચાર ની ઉર્જા રાજા ને મળતી હતી. અને રાજા ને વેપારી ની ઉપર ખૂબ જ ક્રોધ આવતો અને એને મારી નાખવા નું મન થયા કરતું હતું.આ આખી ઘટના જાણિયા પછી રાજાએ વેપારી નાં બંધા ચંદન ના લાકડાં ખરીદી લીધાં અને વેપારી ને માન-સન્માન સાથે વિદાય આપી અને એક સકારાત્મક ઊર્જા મેળવી.