તારી આ હઠનું કરીદે ને ઘોયરું,
ખોટે ખોટી જીદનું કરીદે ને ઘોયરું.
માણસ છું તો ભૂલ થવી લાજમી છે,
હર વખત શક નું કરીદે ને ઘોયરું.
જુક્યો છું હરદમ તારી દરેક વાત પર,
મારી સામે વટ નું કરીદે ને ઘોયરું.
મિલન મુલાકત તો શક્ય નથી હરવાર,
આજ આવ્યો કાલ નું કરીદે ને ઘોયરું.
મેં કર્યો છે પ્રેમ તને કરતો રહીશ સદા,
બેવફા ના નામ નું કરીદે ને ઘોયરું.
મસ્તી મજાક ના યાદ કર એ દિવસો,
આજ થોડા ગમ નું કરીદે ને ઘોયરું.
મારા હૃદય ની ધડકન નું "પ્રતીક" તું,
શક્ય તુજ વિન જીવનનું કરીદે ને ઘોયરું.
Dp,"પ્રતીક"