આજકાલ બસ તારા જ વિચારોમાં ખોવાયેલો રહું છું.
કેમ છે ? શું કરું છું ? શું જમી ?
એ બધું પૂછવાનું કદાચ હવે મને નથી ગમતું,
મને ગમે છે તારી સાથે સતત વાત કર્યા કરવી.
તું જ્યારે મારી સાથે હોય હું દુનિયાને ભુલાવી દઉં છું.
તારા મૌનમાં,
તારી ઉદાસ આંખોમાં,
તારા વણકહ્યા શબ્દોમાં
હું તારા દિલના હાલ સમજી શકું છું.
તું મારી આંખો સામે નથી
છતાં તને અનુભવ્યા કરું છું
તારો હાથ હજુ મારા હાથમાં નથી આવ્યો
છતાં તારા સ્પર્શને હું અનુભવી લઉં છું.
#શ્યામ