કરમસદમાં જન્મનાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
ભારત રત્નને પામનાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
માતા લાડબાઈના કુમાર તમે,
પિતા ઝવેર તણા વિચાર તમે.
બારડોલી વિજય વરનાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
ગૃહપ્રધાન પદ ધરનાર તમે,
રજવાડાં વિલીન કરનાર તમે.
દ્રઢ મનોબળના નિર્ધાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
મહાત્મા સંગ રહેનાર તમે,
આઝાદી જંગ લડનાર તમે.
અંગ્રેજને અકળાવનાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
બન્યા ગુલામીને પડકાર તમે,
ખુમારી વર્તને ભારોભાર તમે.
સ્વતંત્રતા કેરા શણગાર તમે,
લોખંડી પુરુષ સરદાર તમે.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.