......... અભાગીયો જીવ પામી ના શકે.....
........(ભાગ -૨).......
મારી વાત તો હવે શરુ થાય છે.
કવિતાઓ ની રેલ રેલાણી,સાધુ ખુશ થયો. બાજુમાં એક"બકરી"ઊભી છે.સાધૂનો હુકમ છૂટ્યો,કે"એક તાંબડીમાં બકરીને દોહી લો".
સેવકોએ બકરી દોહીને દૂધે ભરી તાંબડી સાધુના હાથમાં મૂકી.એ તાંબડી સાધૂએ હાથમાં લઇ અને આશોજી રોહળીયા ની સામે ધરી,અને કહ્યું કે,"લ્યો કવિરાજ,આ પી જાવ".
આશોજી કહે,"બાપુ મને નહિં ભાવે". ખબર છે કે સામે સાક્ષાત લક્ષમણજતિ ઊભા છે,અને એ આદેશ કરી રહ્યા છે પણ ના.કહે છે ને કે "અભાગિયો જિવ હોય એ કદી પામી ના શકે. એમ "પ્રભુ,હું બકરીનું દૂધ નથી પીતો,મને ઇ નઇં ભાવે".
એ સમયે ઇશ્વરદાસજી ત્યાં ઊભા હતા અને એ એમ બોલ્યા કે,"પ્રભુ કાકા તો નહીં પીયે, પણ જો તમને વાંધો ના હોય તો આપનો "મહાપ્રસાદ "સમજીને હું આ દૂધ પી જાઉં?"અને સાધુએ એ દૂધે ભરેલી તાંબડી ઇશ્વરદાસજી ના હાથમાં આપી,અને જેવી એ તાંબડી ઇશ્વરદાસજીએ મોઢે માંડી અને ઘૂંટડો ભર્યો કે ત્યારે જ કહેવાય છે કે,હજારો વર્ષ સુધી જે કવિત્વની પ્રાપ્તિ ના થાય એવી કવિતાઓની સરવાણી ફૂટવા માંડી હો ભાઇ...સાક્ષાત "માઁ સરસ્વતી"આ ચારણ બચ્ચાની જીભે બેસી ગઇ.
ત્યાર બાદ તો "ઇશ્વરદાસજી "ની કવિતાઓ ડંકો એવો વાગ્યો કે"ઇશ્વરા સો પરમેશ્વરા"કહેવાવા લાગી ગયા...કવિતાઓ દ્વારા મરેલાને જીવતા કરી કોલ પૂરા કરાવ્યાના સાચાપ્રસંગો છે,એમના તો.. જેમકે,"કાંબળી નો કોલ"આ કથા જગ વિખ્યાત છે. પણ અત્યારે એ વિષય નથી.
આ તો એક વાત કરી...કે"અભાગિયો જિવ કદી પામી ના શકે"...બસ આટલું જ.
જય ભોળાનાથ...
હર હર મહાદેવ.......હર...