Gujarati Quote in Funny by Nikunj Patel

Funny quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક પતંગિયું....
મારી દ્રષ્ટિએ ધરતી પર કુદરતનું સૌથી સુંદર સર્જન હોય તો તે પતંગિયું છે,અનેક રૂપ,અનેક રંગ અને અપાર સૌંદર્ય ધરાવતું આ નાનું એવું જીવ કુદરત ના અનેક રંગો પામ્યું છે અને આમ જોઈએ તો કુદરતે એને તેનું સર્વસ્વ અર્પણ કરી દીધું હોય એવું લાગે છે.માણસ જાત ને પણ તેનું આકર્ષણ ના હોય તેમ કહેવું અતિશયોક્તિ રહેશે, ચપળતા,હોશિયારી,ચંચળતા,ભોળપણ,અપાર સૌંદર્ય છતાં જરા પણ પોતાના રંગ રૂપ પર અભિમાન નહીં,ગુમાન નહીં ,બસ મન પડે ત્યાં બેસી જવું,આમ તેમ ઉડવું,મન ભરીને જીવન ને શ્વાસે શ્વાસે જીવી લેવું અને કુદરત દ્વારા આપેલા ક્ષણિક જીવનને મન ભરી ને જીવવું પેલા ગીત મોજ માં રહેવું મોજ માં રહેવું ની માફક,એક ફૂલ પર કે કોઈક વનસ્પતિ પર બેસીને ત્યાંથી કૈક મેળવી તરત જ બીજે ક્યાંક અર્પણ કરવું અને પોતાનું જીવન ટકાવી રાખવું એજ એનો સ્વભાવ,જાણે કુદરત દ્વારા સર્જાયેલ ફૂલ છોડ,વનસ્પતિઓના ઉછેર ની જવાબદારી પોતાને માથે જ હોય એ પ્રકારનું જીવન જીવતો જીવ કુદરતના ખોળે રમતા રમતા ક્યારે મૃત્યુ તેને આંબી જાય એ પોતાને પણ ખબર નહીં રહેતી હોય...ફૂલોને પણ તેનો સહવાસ ગમતો હોય તેમ એના નજીક આવવાથી જરા ઝૂકી ને એને પોતાના તરફ આલિંગન આપી ખેંચે છે.ગમે તેટલું રૂપ હોય પણ જીવન નાશવંત છે એવો સંદેશ આપતો આ જીવ, મનુષ્ય જાત પાસે રહેલો અઢળક વૈભવ,અપાર સંપત્તિ,અપાર રૂપ સૌંદર્ય,હોશિયારી,ચપળતા બધાજ નો પનો ટૂંકો પડે એવો આ જીવ માણસ જાતથી તો ચડિયાતો સાબિત થાય છે,જેની પાસેથી આપણે ઘણું શીખવા જેવું ,જીવન માં ઉતારવા જેવું ખરું...માટે બીજું બધું બાજુ માં રાખી જીવો ત્યારે આ પતંગિયાની માફક....દરેક રંગો જીવન માં ભરીને...મોજ થી..ઉમળકાથી..ઉત્સવથી...આનંદથી...

એક પતંગિયું નજરે ચડી ગયું,
ઉડી ઉડી ને રંગ વેરતું ગયું,
એની જિંદગી બે દિવસની,
છતાં હસતા હસતા ફૂલો સાથે પ્રેમ કરતું ગયું.

આપનો-ભાવિન સાંગાણી.

Gujarati Funny by Nikunj Patel : 111042695
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now