Gujarati Quote in Microfiction by Amita Patel

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આજે તો સોનલ કવિતા ને બપોરે ખેંચી જ ગઈ. સવારે એને ફોને કરેલો , “કવિતા, તું તૈયાર રહેજે. હું તને લેવા આવીશ. કેટલા સમય થી તું ઘર ની બહાર જ નથી નીકળી. “ ૩ વાગે સોનલ આવી ને એને લઇ ને એક આઈસ્ક્રીમ પાર્લર માં લઇ ગઈ . “યાર, તું જો તો ખરી, કેવી દેખાય છે ? આખો દિવસ ઘર ના માત્ર ઢસરડા ! “ હા પણ સોનલ , તું સમજ ..બાપુજી ને લકવો ને હમણાં બા ને ડેન્ગ્યુ થયો. બે મહિના થી બંને પથારીમાં જ છે .. બિલકુલ એ બંને ની સેવા માં જ છું. એમને જરૂર હોય એટલે મારે રહેવું જ પડે ને ! “ હા, તો ચલ, અત્યારે એ ટેન્શન મૂક. તને ફ્રેશ કરવા જ બહાર લઇ આવી છું. “ અલકમલક ની વાતો કરી સોનલ એને ૪ વાગે ઘરે મૂકી ગઈ.

પથારી માં સૂતેલા બા-બાપુજી નો ગુસ્સો નાક પર હતો. આવવા દે દીકરા ને , તારી બધી વાત કરું છું . એમ કહેતાં બા બરાડ્યા. રાત્રે તન્મય એ એને ખૂબ ઠપકો આપ્યો. સસ્મિત એ એટલું જ બોલી “ ફરી આવું નહિ કરું. “

મન માં વિચાર્યું , “છોરું કછોરું થાય , પણ માવતર કદી કમાવતર ના થાય ! “ કહેવત કોકે તો સુલટાવવી પડશે ને ! “.

Gujarati Microfiction by Amita Patel : 111042459
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now