Gujarati Quote in Blog by Amita Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#LoveYouMummy

પ્રિય મમ્મી,
આકાશ થી યે અધિક ચહું,તને તારા જ વિષે શું કહું?
ભગવાને મને ભેટ ધરવા કરેલું અદકેરું સર્જન એટલે તું ! આખી જીન્દગી વિકટ પરિસ્થિતિઓ સામે ઝઝૂમી ને ઊભેલું ખુદ્દાર અને જાજરમાન વ્યક્તિત્વ એટલે તું !
જે જમાના માં દીકરા વગર ઘર અધૂરું ગણાય, ત્યારે તેં દીકરીઓ ને દીકરા ની જેમ ઉછેરી, તેં મને ‘ફોરવર્ડ થિન્કિંગ’ શીખવાડ્યું. કદી પણ તારો ગુસ્સો કે રોક-ટોક નહીં, હું સૌમ્ય અને શાંત બની.બધી મુશ્કેલીઓ નો સામનો તેં ફરિયાદ વગર કર્યો, હું મક્કમ, ધૈર્યવાન ને સહનશીલ બની. જીંદગી ના દરેક મુકામ અને નાના-નાના સુખો ને તેં ઉત્સાહ થી વધાવ્યા, હું ઉત્સાહ ને ઉમંગ થી ઉછળતી નદી બની. કોઈ ના વાંક જોયા વગર તેં દરેક ને એકસરખો પ્રેમ આપ્યો, હું માયાળુ બની. જનરેશન ગેપ ઓગાળી તું દોહિત્ર-દોહિત્રી ની ચહીતી નાની બની , હું ‘બ્રોડ-માઈન્ડેડ’ બની.
વાણી ના ઉપયોગ વગર તેં વર્તન થી જે શીખવાડ્યું , એને લીધે ‘હું’ આજે ‘હું’ બની. મારી જીન્દગી ની સુપર-વુમન, આઈ લવ યુ મોમ “ .

Gujarati Blog by Amita Patel : 111042368
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now