બહુ વ્યસ્ત છું
અસરગ્રસ્ત છું.
તૂટેલો હસ્ત છું
ખુદથી પસ્ત છું.
ઈશ્વર પરસ્ત છું
ખુદમાં મસ્ત છું.
વિના કારણે પણ
બીજાથી ત્રસ્ત છું.
શૂન્ય સમી કિંમત
માનું સમસ્ત છું
સીધો દેખાવ છે
પણ અસ્તવ્યસ્ત છું
બહારથી ચોખ્ખો
ભીતરમાં બિભસ્ત છું.
શ્રેયસ ત્રિવેદી
#hoshnama