#LoveYouMummy
વ્હાલી મા,
તેં જ્યારે મને જન્મ આપવાનું વિચાર્યું ત્યારથી જ તારું મારા માટેનું લાગણીનું બીજ વવાયું.મારા એક આંસુને લુછવા તું કાયમ તારો પાલવ તૈયાર રાખે અને મારાથી તારા હજારો આંસુઓ છુપાવી જીવે,વાહ!દિલમાં નારાજગી છતાં હસતાં મોંએ સંબંધો સાચવતાં તેં ખૂબ શીખવ્યું.તારું એ મોહક સ્મિત મને હજી મુશ્કેલીમાં એટલું બળ પુરું પાડે છે કે હું કાયમ જીતી શકી છું.તેં તારા સમગ્ર જીવનમાં કંઇ પણ ઇશ્વર પાસે માંગ્યું હશે તો મારી ખુશી અને સલામતી,તો આજે પણ હું તને મારી યાદમાં રાખીને એક સુરક્ષિત અને સુખી જીવન જીવી રહી છું!હું તારા જેવી થોડી પણ બની શકું તો તારી તપશ્ચર્યા ફળી ગણાશે!
Thanks Maa...