#LoveYouMummy
મમ્મી જ્યારે ઘરે આઉં ત્યારે તું મારું ભાવતું શાક જ બનાવે એ મને ખૂબ ગમે. ભલે હું અસંખ્ય વાનગીઓ શીખી પણ તારા પ્રેમાળ હાથો ની રસોઈ જેવી મીઠાશ એમાં નથી હોતી.આજે પોતે માં બની ત્યારે તારી મારા જતન કાજ કરેલ મહેનત- 'માં ' શબ્દનો અર્થ સમજાઈ છે. તું તનમ્ય ને રમાડે ત્યારે એ દશ્ય જોઈ દિલ માં તને કંડારી લેવાનું મન થાય. તારો ખુશ ચહેરો કદાચ ઈશ્વર થી વધુ સવાયો લાગે. નોકરી પરથી આઉં ત્યારે તારી મસાલેદાર ચા ખૂબ યાદ આવે છે.સાસરે બધું છે છતાં તું યાદ આવે જ. કાયમ માટે તને ને પપ્પાને મારી સાથે જ રાખું એવી અદમ્ય ઈચ્છા હોય. અપેક્ષા વિનાનો પારાવાર પ્રેમ આપનાર મારો જીવન કોષ.. I love u.
લિ.
તારી લાડકવાયી,
તનુ.