પ્રેમનું બીજું નામ પુજા છે
જેમ પુજા પ્રાથઁના વગર ભગવાન પ્રાપ્ત થતા નથી તેમ પ્રેમ પણ પુજા કે અર્ચના વગર મળી શકતો નથી
પ્રેમ શબ્દ બોલવામાં ઘણો સહેલો છે પણ જયારે કોઇને પ્રેમ કરવો હોય તો કરી શકાતો નથી તે એક કુદરતી રીતે જ પ્રાપ્ત થતો હોયછે
પ્રેમને મેળવ્યા પછી તેને સાચવવો પંપાળવો એટલો સહેલો નથી પણ તેને સાચવવા અથાગ પરિશ્રમ કરવો પડતો હોય છે નહિ એક સુવાસની માફક આવી ને ચાલ્યો જાયછે ને તે ચાલી ગયા પછી જલદી મળતો નથી કે પછી કયારેય પ્રાપ્ત કરી શકાતો નથી
જેને મળ્યો છે તેને સાચવવાની જરુર છે ને જેને નથી મળ્યો તેને પ્રાપ્ત કરવા કઠોર પરિશ્રમની જરુર છે.
પ્રેમમાં એક બીજાના દિલ મળે છે
સમજો કે "દો દિલ એક જાન"
પણ આજકાલના પ્રેમ સ્કુલ કે કોલેજોમાં ઇઝી થઈ જતો હોયછે
સાથે આવન જાવન કરવાથી તેમાં થતી સામાન્ય વાતચીતથી પણ પ્રેમ ઉભરાઈ જાયછે.
અથવા કોઇને બાઇક ઉપર બેસાડો કે બેસો તેમાં પણ પ્રેમ તરત થતો હોયછે, આ પ્રેમ ના કહેવાય પણ આ એક દોસ્તી જેવુ કહેવાય...
કોઇપણ છોકરો છોકરી એક બીજા સાથે વાતચીત કરે કે સાથે હળેમળે તે પ્રેમ ના કહેવાય પણ આપણે તેમને પ્રેમ થયો તે નજરે જોતા હોઇએ છીએ
બાકી પહેલાના સમયમાં પ્રેમ ને પામવા રાત દિવસ એક કરવા પડતા હતા બબ્બે મહિને નવા જુતા ખરીદવા પડતા હતા મતલબ એટલો ઘસારો તેની નીચે થઈ જતો હતો
પણ આજ ખાલી બાઇકનો હોર્ન વગાડો તો પણ પ્રેમ ડોલતો ડોલતો તમારી પાસે આવી જાયછે
નહિ જૂતાંનો ઘસારો કે નહિ ખોટા સમયનો બગાડ!
આજે જુઓ ને કાલે તમારી પાસે..
સબસે બડા રુપૈયા....