રૂદિયામાં
સાજન મળવા આવો રૂદિયામાં ,
બાલમ ફરવા આવો રૂદિયામાં .
યુગોથી ચારો નાખી બેઠી ,
યાદો ચરવા આવો રૂદિયામાં .
વરષો જૂના સંબંધો કાજે ,
માળો કરવા આવો રૂદિયામાં .
ખાલી રાખયું છે પિંજર નાજુક ,
શ્વાસો ભરવા આવો રૂદિયામાં .
“સખી”
દર્શિતા બાબુભાઇ શાહ
Amdavad