હૈયાની વાત
અહીં મન હવે આકળુ થયું એક વાતમાં,
મુલાકત કરવી છે મારે તારી વાતમાં.
મન મૂકીને નાચીશું આપણે એક બાગમાં,
જીવન માં સાથ નિભાવીશું એક જ વચનમાં.
હદયના તાલ સાથે તાલ મિલાવીશું એક વાતમાં,
જીવન માં સાથ નિભાવીશું એક જ વચનમાં.
મન ને મનથી મિલાવીશું આપણે જાતમાં,
લાગણી ની હાલમાળા પહેરૂશું વચનમાં.
સંભાળી લે મને તું આજ એક પહોરમાં,
જીવન તારા નામે કરી દીધું એક વચનમાં.