Gujarati Quote in Song by Dimpal Kapadiya

Song quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દિવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે કંઈક અલગ જ કરી દે,

હૃદયના માળીયે જૂની નફરતો છે,
ઉતારીને ઘરની બહાર ફેંકી દે,

હાસ્યના તોરણ પેક પડ્યા છે,
ખોલીને દરેક બારણે લગાવી દે,

નિરાશાઓના ફાનસ હોય તો જવા દે,
દરેક ઉંબરે આશાના નવા દીપ પ્રગટાવી દે,

અહંકારની ટાઇલ્સ છે ત્યાં પ્રેમનો ગેરું લિંપી દે,
એના પર રંગબેરંગી તું રંગોળી કરી દે,

એકાદ ગરીબની આંખો પણ ચમકાવી દે,
જૂની ઢીંગલી,તૂટેલી ફૂલદાની સાથે ચોકલેટ આપી દે,

બાજુવાળાની ઈર્ષ્યા હવે છોડી દે,
'હું' ને ભૂલી મન મુકીને બીજાની પ્રશંશા કરી દે,

કલર લાગણીનો ઉખડતો જાય છે,
આ વર્ષે જરા વધુ પાકો કરાવી દે,

દીવાળીની સફાઈ હવે ચાલુ કરી દે,
ચાલ આ વર્ષે આવી સજાવટ કરી દે.

Gujarati Song by Dimpal Kapadiya : 111040921
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now