હા..... આજે પણ ક્યારેક ક્યારેક હું એ જગ્યાએ જાઉં છું, જ્યાં આપણે મળતા હતા એ જ બાંકડા ઉપર બેસું છું, અને આંખ બંધ કરીને તારી એ પાગલ જેવી વાતો યાદ કરું છું.
એ ઝીણી આંખો કરીને તારું મારી સામે જોવું યાદ કરું છું, એ તારી "BLUSHING SMILE" જે મારા દિલને ચોરી લેતી એ યાદ કરીને મંદ મંદ હસું છું.
ગભરાહટથી તારો એ મારો હાથ પકડવો મહેસુસ કરુ છું, અને ધીમેથી તારું નજીક આવીને ગાલ પર "KISS" કરવુ અને હું શરમાઈ જતો એ યાદ કરીને એકલો એકલો પાગલની જેમ હસું છું.
આપણા "PROMISE" હંમેશા સાથે રહીશું એ યાદ કરું છું, અને હલકી "SMILE" અને ભીની આંખોને લૂછતાં લૂછતાં ત્યાંથી જતો રહું છું.
હા પણ હું એ જગ્યાએ જરૂર જાઉં છું.....❤