જો બેટા, અત્યારે સરસ ભણી લે હોં, રાત્રે તારો ફ્રી ટાઇમ .અમે ૯ વાગે પાર્ટી માં જઈશું. તારે ટીવી જોવું હોય કે વિડિયો ગેમ્સ રમવી હોય કે પછી મોબાઈલ માં જે જોવું કે રમવું હોય, તને આજે બધી છૂટ !!
“મોમ, રોજ તમે પાર્ટી કેમ નથી કરતાં ?”
સટટાક દઈ ને પપ્પાએ એના ગાલ પર તમાચો માર્યો, “ સામું બોલે છે ?”
“ના, ડેડી ! આખો દિવસ હોમવર્ક ને ટ્યુશન ! મારી ઈચ્છા થી તો મને કયારેય રમવા નથી મળતું પણ એટ લીસ્ટ , આ બહાને તો મળે.
પણ એના માટે તમારે પાર્ટી તો હોવી જોઈએ ને !! “
“ઓહ ! છોકરાઓ ના એંગલ થી આવી રીતે તો આપણે કદી વિચાર્યું જ નહોતું”.
સોરી કહી ને માં-બાપ બંને એ દીકરા ને ગળે લગાડ્યો.