શું બનું હું તારા માટે ??
જો તું મને તલવાર બનાવીશ,
તો બીજાને તારા કહેવાથી ઘા આપીશ...
પણ જો તું ઢાલ બનાવીશ,
તો તારા પર આવતા બધા ઘા ઝીલીશ..!!!
જો તું મને મીઠી-સાકર બનાવીશ,
તો હંમેશા તારી વાહ વાહ કરીશ...
પણ જો તું લીમડો બનાવીશ,
તો કડવો થઈ ને પણ ફાયદો આપીશ..!!!
જો તું મને દરિયો બનાવીશ,
તો પાણીનો અખુટ ખજાનો આપીશ...
પણ જો તું સરોવર બનાવીશ,
તો સુકાવ ત્યાં સુધી તરસ છીપાવીશ...!!!
જો તું પડછાયો બનાવીશ,
તો રાત નાં અંધકાર માં સાથ છોડીશ...
પણ જો તું દિપક બનાવીશ,
તો સળગીશ ત્યાં સુધી પ્રકાશ આપીશ..!!