કલ્પના.
સપ્તરંગી દુનિયા કેવી સજાવે છે કલ્પના.
બનાવટી તોયે સૌને કેવી ફાવે છે કલ્પના.
વાસ્તવિકતાથી દૂર આભાસ ઊપજાવતી,
મૃગજળથી તૃષા કેવી છિપાવે છે કલ્પના.
મનની ગતિ મનભાવન જગત સરજનારી,
હકીકતથી પણ એ સુંદર બતાવે છે કલ્પના.
તર્કવિતર્કના સહારે કરી અમંગળ વિચારો,
નથી તોય ઊભો કરી ભય ફેલાવે છે કલ્પના.
હરપળ કવિહૃદયનું હાથવગું હથિયાર છે એ,
મનમોદક થકી ક્ષુધાતૃપ્તિ કરાવે છે કલ્પના.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.