શું તને નથી લાગતું કે...
જ્યારે આપણે મળી જઈશું, ત્યારે...
ઉષા અને સંધ્યાના રંગોમાં ઉમેરાશે એક ઓર રંગ...
તારી અને મારી ભીતર પ્રાણ બની વહેશે ઓર ઉમંગ...
મેઘધનુષના સાથ રંગોમાં ઉમેરાશે એક આઠમો રંગ...
ભક્ત અને ભગવાનનો હશે એક અનુપમ સંગ...
અને...
આપણી ખુશીઓ આંબી જશે આકાશ જાણે હો કોઈ વિહંગ...
@અલ્કેશ ચાવડા 'અનુરાગ'