Happy Dasherra !!!
રાવણ દહન
હજારો રાવણો બાળ્યાં, ફરક એથી પડ્યો છે શું?
યુગો થી બાળતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?
ન બદલાયો જમાનો કૈં, ને બદલાશેય સ્હેજે નૈં;
બૂતો ને બાળતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?
હર્યાં 'તા માત સીતાને, હતો વિદ્વાન એ, તો પણ;
કથા દોહરાવતા આવ્યા, ફરક એથી પડે છે શુ?
સલામત છે? પૂછો દિલને શિયળ મા-બેન ના આજે;
શિયાળો લૂંટતા આવ્યા, ફરક એથી પડે છે શુ?
હણી રાવણ, કરેલો ધર્મ નો વિજય પ્રભુ રામે;
અધર્મી જીતતાં આવ્યા, ફરક એથી પડે છે શુ?
હણું મન માં રહેલાં દુષ્ટ ને સાચાં દશેરા એ;
જો દુષ્ટો પાળતાં આવ્યા, ફરક એથી પડે છે શું?
©️ દેવાંશુ પટેલ
10/19/2018