Gujarati Quote in Blog by Yuvraj Zala

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

*યુવાન દીકરી અને યુવાન બહેન ગરબા રમવા જતાં હોય તો જરૂર થી share કરજો*.

મધુવનની મહેક:*સંદેશ* સંસ્કાર પૂર્તિ
__________________
*અડધી રાત્રે તું મને કયાં લઈ જાય છે?*

મધુવનની મહેક :- ડો. સંતોષ દેવકર

‘તું મારી ફ્રેન્ડ ખરી કે નઈ?’ મૃગેશે પ્રશ્ન કર્યો હતો.

‘કેમ આવું પૂછે છે?’

‘પહેલા મને જવાબ આપ.’

‘હા…બાબા…તું પણ મારો ફ્રેન્ડ ખરો કે નઈ?’

‘તો પછી હું કહું તેમ તું કરીશ ને?’

‘હા…કરીશ. બસ.’ કાનલે ભોળા ભાવે જવાબ વાળ્યો તો.

‘તો હું કહું ત્યાં ચાલ.’

‘કયાં?’ કાનલે થોડા ગભરાટ સાથે ફરી પૂછયું.

‘સવાલ નઈ પૂછવાનો. મારી પર વિશ્વાસ છે કે નઈ?’

‘અરે…હા…વિશ્વાસ છે એટલે તો પપ્પાએ મને તારી સાથે મોકલી છે. પપ્પાને પણ તારી પર વિશ્વાસ છે.’ કાનલે ખુલાસો કર્યો હતો.

વિશ્વાસની વાત આવતાં મૃગેશ થોડો ખચકાયો. કાનલ અને મૃગેશ બંને સ્કૂલ લાઈફથી જોડે જ ભણ્યાં અને આજે એન્જિનિયરિંગના છેલ્લા વર્ષમાં પણ બંને સાથે જ છે. પાછલા વર્ષો દરમિયાન આવેલી એકબીજાની બર્થ ડે બંનેએ મિત્રો સાથે આનંદ સહ ઊજવી હતી. બંનેના પેરેન્ટસ પણ તેમની મિત્રતાથી વાકેફ હતા. બંને એકબીજાની કાળજી રાખે. સારા-નરસાં પ્રસંગોએ એકબીજાનો સથવારો રહે. કેટલીયે નવરાત્રિ ગઈ હશે પણ ક્યારેય નહિને આ વખતે મૃગેશના તેવર બદલાયેલા લાગતા હતા. નવરાત્રિના પાંચમા દિવસે મૃગેશની દાનત ખોરી થવા માંડી. સુંદર રીતે તૈયાર થયેલી કાનલ કોઈ હિરોઈનથી સહેજ પણ કમ નહોતી. મૃગેશના મનમાં વાસનાનો કીડો સળવળવા લાગ્યો હતો. તે કાનલને કોઈ એવી જગ્યાએ લઈ જવા માંગતો હતો જ્યાં એ બે સિવાય કોઈ જ ન હોય! જેથી પોતાની મનમાની કરી શકાય. પાંચમા નોરતાએ ચાલુ ગરબામાંથી મૃગેશે કાનલને ફોસવાવી, ફ્રેન્ડશિપ અને દોસ્તીના સોગંદ આપી કોઈ દૂરના મિત્રના ખાલી ઘરમાં લઈ જવાનો પ્લાન ઔઘડી કાઢયો.

‘છોડ મારો હાથ, મને ક્યાં લઈ જાય છે.’

‘જો તેં મને હા કહી છે, હવે નખરા ન કર.’

‘અરે, પણ મને ક્યાં…?’ કાનલ આજીજી કરતી રહીને મૃગેશે તેને ખેંચીને ગાડીમાં બેસાડી દીધી. કલાકેક ગાડી ચાલીને કોઈ એક સોસાયટીના નાકે ગાડી ઊભી રહી. મૃગેશ કાનલનો હાથ પકડીને એક મકાન પાસે લઈ ગયો…પરંતુ…ત્યાંનું દ્રશ્ય જોઈને મૃગેશની આંખો પહોળી થઈ ગઈ. તેણે જે જોયું તેનાથી તેને પરસેવો વળી ગયો. તેના પગ નીચેથી ધરતી ખસવા માંડી. જે દ્રશ્ય તેણે જોયું તે તેની કલ્પના બહારનું હતું. વાસનાનો કીડો સળવળાટ કરવા માંડે ત્યારે બધું જ ધૂંધળું થઈ જતું હોય છે અને મૃગેશ તેનો શિકાર બની ચૂક્યો હતો. વિશ્વાસઘાતથી રિલેશનશિપના મૂળમાં ઘા થતો હોય છે.

સંસ્કારી અને સારા કુટુંબના બાળકો પણ આ ચુંગલમાંથી બાકાત નથી રહી શક્તા. આજનો માહોલ કદાચ એવો છે જેનાથી ઉશ્કેરાટ થતો હોય. જો મિત્રોની સંગત સારી ન હોય તો જિંદગી વેરાન બની જતી હોય છે. સારી સંગત જિંદગીની સાચી સોગાત છે. જેની પર વિશ્વાસ મૂક્યો હોય તે જ જ્યારે વિશ્વાસઘાત કરે ત્યારે બધા સિદ્ધાંતો અને આદર્શો એક ઝાટકે દફન થઈ જતાં હોય છે. હાથ જોડીને ઊભા રહીએ ને કૃષ્ણ મદદ કરવા પહોંચી જાય એવું દરેક કિસ્સામાં બનતું નથી હોતું. કરુણતા છે કે દુઃશાસન ઠેર-ઠેર મળી આવે છે, પરંતુ કૃષ્ણ બનવા માટે કોઈ તૈયાર નથી. આપણે જ્યારે ગૂગલ યુગમાં જીવીએ છીએ ત્યારે પોતાની હોશિયારી અને ટેકનિકનો યોગ્ય ઉપયોગ કરી જ લેવો પડે.

‘પુરુષ સમોવડી’ માત્ર બોલવાથી નથી થવાતું. તે પ્રમાણેની માનસિકતા પણ કેળવવી પડે. દીકરીએ હવે ગાય નહિ પણ વાઘણ બનવાની જરૂર છે.

Gujarati Blog by Yuvraj Zala : 111040015
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now