દશે દિશાઓથી વિજય વધાવે દશેરા.
દશે ઇન્દ્રિયોમાં સંયમ પ્રગટાવે દશેરા.
દશાનન રાવણને રઘુનંદન હરાવે દશેરા.
વિજયોત્સવ જનેજન મનાવે દશેરા.
આદ્યશક્તિનો મહિમા જે બતાવે દશેરા.
અસત્ય પર સત્યનો વિજય લાવે દશેરા.
આસુરી શક્તિને પરાજયથી હંફાવે દશેરા.
રામરાજ્યની બુનિયાદ જન્માવે દશેરા.
ભક્તિભાવ જનમાનસમાં ફેલાવે દશેરા.
આરોગી મીઠાઈ સૌ મુખ મલકાવે દશેરા.
ચૈતન્ય જોષી. ' દીપક ' પોરબંદર.