## જુદાઈ અને પ્રેમ ##
જુદાઈ અને પ્રેમને બન્ને પરસ્પરનો અતૂટ સંબધ છે. જુદાઈ વગર ના પ્રેમની કલ્પના થઇ શકે ખરી?? ના ,પ્રેમમાં જુદાઈ તો હોવાની જ .જુદાઈના કારણે જ પ્રેમ અતૂટ બનતો જાય છે,પ્રેમ વધતો હોય એમ લાગે છે, પ્રેમની પરીક્ષા થતી હોય એમ લાગે છે.આ જુદાઈ પર પ્રેમની જીત એટલે જ પ્રેમની જીત.
એકબીજાથી દુર રહીને પણ એકબીજાને સમજવું ખરેખર અકલ્પનિય છે .એકબીજાની લાગણી,પ્રેમ,દુઃખને સમજવા પણ એક મજા છે ,પરીક્ષા છે.ખરેખર જુદાઈ પછીના મિલનની મજા જ કંઇક અલગ હોય છે.
મને તો એમ દુર રહીને જ પ્રેમ કરવો ગમે. જે પ્રેમ થકી અનહદ પ્રેમ,લાગણી,કદર મળતી હોય એ પ્રેમ કેવો મજાનો હોય???
પ્રેમ અને જુદાઈ પરની મારી રચના જે તમને ગમશે એવી આશા.
આવને જુદાઈ જુદાઈ રમીએ!!
જુદાઈમાં મે જોયો છે જે પ્રેમ,
જે લાગણી,વિરહનો ઉન્નત પ્રેમ!!
એ નથી મિલનના પ્રેમમાં!!
તો આવને પ્રેમની જુદી ભવાઈ રમીએ!!
મારે તને આમ જ ઉત્કૃષ્ટ પ્રેમ કરવો છે!!
જે મે જુદાઈમાં જોયો છે!!
મિલન થકી તો ક્યાંક પ્રેમ ઓછો થવાનો ડર છે!!
આવને જુદાઈ જુદાઈ રમીએ!!........
જુદાઈ પછીનું એ મિલન!!
વિરહ પછીનું એ મિલન!!
તને જોવાની એ તડપ!!
તારું સપનું જોતી આખો!!
ક્યાંક મિલન પછી ભુલાઈ ના જાય એ ડર છે!!
તો ચાલને પ્રેમની જુદી ભવાઈ રમીએ!!.....
પ્રેમીઓ તો મિલન માટે તડપે છે!!
મને તો જુદાઈ જ વહાલી છે!!!
જે તારાને મારા પ્રેમનું અતૂટ તત્વ છે!!
ચાલને જુદાઈ જુદાઈની ભવાઈ રમીએ.....
-mahender(9726629619)