પ્રેમના અમૃત પ્યાલા તું આપી દે મને
ઝેરના ઘૂંટડા ભરીશ હું ક્યાં સુધી?
શ્વાસ મારો તું જ છે આવ તું મારી પાસે
એ વિના જીવતો રહીશ હું ક્યાં સુધી?
સ્નેહનો વરસાદ કરી ભીંજવી દે મને
પ્રેમ વિના તરસ્યો રહીશ હું ક્યાં સુધી?
સત્ય પર થી ઝટ પરદો ઉઠાવી કે મને
અંધારા માં રહીશ હું ક્યાં સુધી?
હાથ મારો થામી સાથ આપી દે મને
રાહ પણ જોઈ શકીશ હું ક્યાં સુધી?
એક ડગલું ભરી ને જલ્દી મળીજા તું મને
આમ દૂર થી જોયા કરીશ હું ક્યાં સુધી?
નહી તો કરી લે ફેંસલો ને રજા આપી દે મને
યમરાજ ને ટાળ્યા કરીશ હું ક્યાં સુધી?