#માઇક્રોફિક્શન
(શબ્દ સંખ્યા 58)
ચાનો કપ.
======
શંકરભાઇ આઈ.સી.યુ.માં ગંભીર હાલતમાં હતા.
એનો પુત્ર રાજેશ ઓ-નેગેટિવ ગ્રુપનું લોહી શોધવા દોડા દોડ કરી રહ્યો.
અંતે પડોશમાં રહેતા રામુનું બ્લડ ગ્રુપ મેચ થતાં શંકરભાઇને બચાવી લેવાયા.
શંકારભાઈને ખબર પડી કે એના શરીરમાં રામુનું લોહી છે.
શંકારભાઈએ ઘરમાં પગ મુકતા પહેલા ગોખલામાં પડેલો ચાનો ખાલી કપ તોડી નાખ્યો.
હવે એ સ્વસ્થ થયા હોવાની અનુભૂતિ કરી રહ્યા.
-નીલેશ મુરાણી.