*અછાંદસ ગઝલ*
#કોઈ સમજનાર નથી મળતું#
આંશુઓને આજે કોઈ લૂછનાર નથી મળતું.
તૂટેલા દિલને કોઈ જોડનાર નથી મળતું.
મન તો કહે છે કે રૂઠી જાઉં કોઈ અંગત થી.
પણ દિલ કહે છે કે કોઈ મનાવનાર નથી મળતું,
આમ તો પડી જવાય છે તરત પ્રણય માં,
આગળ જતા કોઈ પાછું વાળનાર નથી મળતું.
આમ તો ઘણી લાગણીઓનું ભરેલું મારુ દિલ છે.
પણ નરેશ નાં દિલ ને હજુ કોઈ સમજનાર નથી મળતું,
લિ:નરેશ મકવાણા
તા:૧૪/૧૦/૨૦૧૮