મન્દાક્રાંતા
17
તાજુબીના હવન પર છો, "હું" ને "તું" બળનારા,
શાબ્દિકોમા ગહન થઈશુ , ઊંચે આભે સિતારા,
શાહુકારો કેમ ન થઇએ, આપણે માંગનારા,
જ્વાળાનો વેશ ન ધર ભલે, તોય સૌ ઠારનારા,
સંગાથોની કૃતિ ન રચ પણ, થશો ના ઠગારા,
આગંતુકો અકળ થઇ રે, આપણે તો જનારા,
ગોધુલીનો વખત સરકે, ના અસ્ત એ થનારા,
"હું" ને "તું" ની રમઝટ કરી, આપણે નાચનારા,