ગરબાની એ રાત...
જોઈ ગરબે ઘૂમતા એને,
દલડું મારું મોહી પડયું.
લચકતી કમરના લટકાને,
મનડું મારું નીરખી રહ્યું !
લટ્ટ નો એ વૈભવ અનેરો,
કપાળે કેવું શોભી રહ્યું !
હોથોનું એ સ્મિત ભીનું,
ગુલાબની જેમ મહેંકી રહ્યું.
ચમકતાં આભલાં ચુંદડીયે,
જોબન રૂડું હિલોળે ચડ્યું.
જકડી લીધો પળમાં મને,
રૂપ એની તરફ ખેંચી રહ્યું.
વીતી ગઈ આ રાત રમઝટની,
ચાંદ પણ ચાંદની સમેટી રહ્યું.
થશે મિલન ફરી એમનું ક્યારે ?
સવાલ બની મનમાં રમતું રહ્યું.
મિલન લાડ. વલસાડ - સુરત