એક દોસ્ત,
એક આખી અલગ દુનિયા.
ગમે તેટલો ટાઇમ જુદા પડો પણ જ્યારે મળે ત્યારે લાગે જાણે ઇમરજન્સી વાળા દર્દી ને ઓક્સિજન મળી ગયો હોય.
જોડે બેસીને જેટલો ટાઈમ દૂર રહ્યા તે સમયગાળાનુ પુનરાવર્તન થાય.કલાકો જતા રહે, સાંજ પડી જવાનું ભાન ન રહે, છતાં વાતો કેટલીય અધૂરી રહી જાય.
હજુ થોડો ટાઇમ સાથે રહી શક્યા હોત તો,એવુ મનમાં જ રહી જાય.
પણ હવે ઘણો ટાઇમ નીકળી જશે એવું ટોનિક મળી જાય.
દોસ્ત
દર્દની જાણે દવા.