સખી આવો તો કરું વહાલપની બે વાત
ચાંદનીએ અંચળો ફેલાવી શાભાવી છે રાત
સખી આવો તો મહેંકાવું હીવડાના બાગ-બાગ
ઝાડવે-ઝાડવે રેલાવું હું બપૈયાના રાગ
સખી આવો તો કરું હૈયાના વલોપાત શાંત
વસમી લાગે છે તુજબીન વેરણ આ રાત
સખી આવો તો શમે વિહ્વળ હ્રદયવરાળ
સીનું સળગે છે તણખા પર થઈ રાખ
સખી આવો તો સંચરે પ્રાણોમાં ફરી પ્રાણ
અધરો તરસે છે ચૂમવા તવ ગુલાબી ગાલ
સખી આવો તો વાસંતી વાયરે વીંઝવું
સ્નેહે સ્નેહે તવ પરે ઊર્મિઝરણું વરસાવું
સખી આવો તો કરું વહાલપની બે વાત
તુજ સંગ પ્રણયગોષ્ટિમાં વીતાવું ચાંદની રાત.
અ.રે.