બાળકનો જ્યારે જન્મ થાયછે ત્યારે તે હસતું નથી પણ રડતું હોય છે ને જ્યારે તે મોટું થઈ ને તેનું આયુષ્ય પૂરું કરેછે ત્યારે પણ તે રડે જ છે,
હસેછે ત્યારેજ કે જ્યારે તેના જીવનમાં સુખના વાદળો ઘેરાયછે પરંતુ તે પણ સુખના વાદળો તેની આખી જીંદગી હોતા નથી ક્યારેક તેને પણ પવન ના જોરે ચાલ્યા જતા તેને વાર નથી લાગતી
માટે રડવું એ માણસના જન્મજાત નું એક પાસુ બની ગયું છે જ્યારે હસવું એ તેની સારી નસીબની લકિરમાં જ લખેલું હોયછે ને તે પણ જો તેના નસીબમાં હસવું લખેલું ના હોય તો તેને આખી જીદગી રડતા જ કાઢવી પડેછે.
આવું હોયછે એક આમ માણસનું જીવન
જન્મ લીધો છે તો તેને રડવું તો પડશે જ