વાચકોનો અભિપ્રાય સારો રહ્યો આભાર આપનો...
આગળ ની વાત કઈ ક આરીતે બને છે.
યુવતી પોતાના આંસુ લૂછી તે ઘરેની અંદર જઈને એક ફાઈલ લઈને આવે છે અને સામે ઉભેલા વ્યક્તિ / પાડોસીને તે ફાઈલ આપે છે. તે વ્યક્તિ ફાઈલ વાંચે છે અને આશ્ચર્યચકિત થઇ જાય. દૂરથી તે પોતાની માતાને જોઈને તે ફાઈલને લઇને ઘરની અંદર જાય છે અને ફાઈલ છુપાવી દે છે.
વ્યક્તિ પણ પોતાને ઘેર જાય છે અને આરામ ખુરશી પર બેસીને પેલી યુવતી વિશે વિચાર્યા કરે છે. એક વીસ વર્ષની છોકરી જે બધાને વહાલી તેના પાસે બસ ગણ્યાગાંઠયા દિવસો જ રહ્યા છે. માઁ બાપ ની ખુશી માટે પોતાની ખુશી જ ગુમાવી દીધી.
આ નાની યુવતી પોતાની જિંદગીન થોડાક જ દિવસો માટે........ યુવતી ને બ્રેન કૅન્સર થઇ ગયું તેની પાછળ કશુક તો કારણ રહેલો જ હોવો જોઈએ.
આથી જ લગભગ તેને આવા વિચારો આવ્યા હશે.
જિંદગી ગણી મોટી છે કે નાની એનો ખ્યાલ આપણે નથી હોતો પણ જિંદગીમાં ક્યારેક કેટલાક પળો એટલા મહત્વના હોય છે કે એની આપણે જ ખબર નથી હોતી. યુવતી કૅન્સર થી પીડાય છે પણ આ વાત જો તેના પરિવાર ના કોઈ ભી વ્યક્તિઓ ને જાણ થાય તો તેના ઘરના વ્યક્તિઓ પર શુ વિતે એનો ખ્યાલ આવતા જ તેને આવા મૃત્યુના વિચારો ને આદર્યા...