હોય સંસ્કૃતિનું જ્યાં સુકાન મારો દેશ મહાન.
ન પામે વિકૃતિ જ્યાં સન્માન મારો દેશ મહાન.
માતાપિતાને જ્યાં ગણે ઇશ્વર સેવા સદા થતી,
જેની સેવાથી રીઝે ભગવાન મારો દેશ મહાન.
દેખી દીનદુઃખીને દ્રવી ઉઠતા અહીંના દાતાર,
જનમાં જનાર્દન જેટલું માન મારો દેશ મહાન.
એકપત્નીવ્રત રામની જ્યાં મર્યાદા સૌ પાળે
સ્ત્રીને જગદંબાની હો શાન મારો દેશ મહાન.
એકના એક લાડકાને જનેતા સેનામાં મોકલે,
શહિદ થયાનું જેને ગુમાન મારો દેશ મહાન.
ચૈતન્ય જોષી પોરબંદર ' દીપક '