Gujarati Quote in Book-Review by Ashq Reshammiya

Book-Review quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

Read my book 'અધુરા અરમાનો-૩૧' on MatruBharti App.
http://matrubharti.com/book/19860547/

કહેવાય છે કે પ્રેમ કરવો એ ગુનો નથી કિન્તું પકડાઈ જવું એ ભયંકર અપરાધ છે!
અત્યાર લગી જે છાનો હતો એમનો એ પવિત્ર પ્યાર હવે સરાજાહેર થઈ ગયો!
સાંંભળ્યું છે જમાનો કહે છે કે પ્રેમથી જ સંસાર ટકી રહેશે. તો પછી આ પ્રેમનું દશમન છે કોણ?
જગતમાં આશિકોની દશા માઠી હોય છે.
જગતમાં બહું જુજ એવા યુવાનો છે કે જે પરિવારની ઈજ્જત ખાતર પોતાની સપ્તરંગી ખુશીઓને તરછોડી દે છે. કોઈ યુવાન પરિવારને તરછોડીને પ્રેમિકાની બાહોમાં રિબાઈ રિબાઈને જીવે છે તો વળી કોઈ યુવાન પ્રેમિકાને તરછોડીને પરિવારની પનાહમાં રહીને જ હીજરાઈને જિંદગી વિતાવે છે. આવા મજબૂર યુવાનોની વેદનાને કોણ જાણે? એ બિચારા નથી તો પરિવાર સાથે જીવી શકતા કે નથી માશુકા સાથે પ્રેમથી.
એમાં વાંક તેમનો નથી. વાંક છે આ બેદર્દી દુનિયાનો. પ્રેમ અને પ્રેમલગ્ન કરનારાઓને દુનિયા અને સમાજ સાપની જેમ ડંખે છે. આજના યુવાનો પ્રેમ કરીને એ પ્રિય પાત્ર સાથે લગ્ન કરી શક્તા નથી કે જે પાત્રને તેઓ નખશિખ જાણી ચૂક્યા છે. છેવટે મા-બાપને તાબે થઈને કે સમાજના ભયથી ગમે તેવા પાત્ર સાથે લગ્નથી બંધાય છે. એવા લગ્ન મંઝીલે પહોંચતા નથી. કારણ એટલું જ કે જેને પ્રેમ કર્યો એની સાથે જીવી ન શકવાનો વસવસો અને જેને ક્યારેય જાણી - જોઈ નથી એવી વ્યક્તિ સાથે પનારો પડે છે એનો અફસોસ. આ આખી ઘટનામાં એક તો સમાજની અટપટી ગતિવિધિઓ અને બીજું પરિવારને તાબે રહેવાની મજબૂરી આડખીલીરૂપ બની રહે છે.
આ મજબૂરી અને સમસ્યા આજના પ્રેમી યુવાનોની મસમોટી વિટંબણાઓ છે.

Gujarati Book-Review by Ashq Reshammiya : 111037390
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now