આજથી પાંચ વરસ પહેલા હું બરોડા ગયો હતો બરોડા પહોંચી ગયા પછી મારે અલકાપુરી એરિયામાં જરા કામ હતું માટે હું સીટી બસમાં બેસીને જતો હતો હું ચાર સીટ વાળી જગ્યા ઉપર બેઠો હતો મારી બાજુમાં એક છોકરો બેઠો હતો કદાચ તે મકરપુરા જીઆઇડીસી ની કોઈ ફેક્ટરી માં કામ કરતો હતો મારી સામેની સીટ માં બે સરકારી અધિકારીઓ બેઠા હતા કદાચ તેમના યુનિફોર્મ ઉપર તેઓ વિધુત બોર્ડમાં કામ કરતા હોય તેમ લગતા હતા તેમની બનેની વાતચીત ઉપરથી થોડાક મજાકિયા હોય તેમ લગતા હતા તેમાં ના એક ભાઈ જે કાકા જેવા લગતા હતા તેમણે મારી બાજુમાં બેઠેલા પેલા છોકરાને પૂછ્યું કે તું ક્યાં નોકરી કરેછે! પેલા છોકરાએ જવાબ આપ્યો કે હું જીઆઇડીસી માં એક ફેક્ટરી માં કામ કરૂછુ પછી તે કાકાએ બીજો સવાલ કર્યો કે તને કેટલો પગાર મળેછે! પેલા છોકરાએ જવાબ આપ્યો કે મને પાંચ હજાર પગાર મળેછે...
બસ તે જવાબ સાંભળીને તે બંને હસવા લાગ્યા ને બોલીયા કે પાંચ હજારનું તો અમારા ઘરમાં ખાલી દૂધ આવેછે...તું આટલા પગાર માંથી કેવી રીતે તારું ઘર ચલાવે છે!
છોકરો કઈ પણ જવાબ આપ્યા વગર બેસી જ રહીયો ...!
મે તેની આંખમાં જોયું તો આંસુ નીકળતા હતા.
કેટલા અપમાન જનક શબ્દો હતા તે કાકાના!
એક ગરીબની ઘોર મશ્કરી!
જો તમારી પાસે બંગલો હોય તો તમે ગરીબને કેમ પૂછો છો કે તારી પાસે બંગલો કેમ નથી!
શાબાશ સરકારી અધિકારીઓ, સરકાર તમને તગડો પગાર આપેછે માટે તમે એક ગરીબની મશ્કરીઓ કરોછો!
સમય બદલાતા વાર નથી લાગતી
કરોડ પતીઓ રાતોરાત રોડ પતિ થઈ જતાં હોય છે તો તમારી શી વેલ્યુ!
કોઈને મદદ ના કરી શકાય તો ના કરશો પણ ક્યારેય કોઈ ગરીબની મશ્કરીઓ ક્યારેય ના કરશો.
ઉપર વાળો બધુજ જુવે છે તેને બદલાતા વાર નથી લાગતી....
તેની થપ્પડ દેખાતી નથી પણ જ્યારે તે મારેછે ત્યારે તે આખી જીંદગી યાદ આવે છે.