Gujarati Quote in Quotes by Kamlesh

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જ્ઞાની સે જ્ઞાની મીલે કરે જ્ઞાન કી બાત....
ગધે સે ગધા મીલે કરે લાતમલાત....

....#....જ્ઞાન અને વિજ્ઞાન....#....

વિજ્ઞાન સત્યને ઉજાગર કરવા માટેછે,નહીંકે આપણે નક્કી કરી નાખેલાં કાલ્પનીક આધારવિનાનાં મનઘડંત સત્યોને સાબીત કરવા માટે.
મોટાભાગના માણસો વિજ્ઞાન દ્વારા કશુંનવું શીખવાને બદલે,પોતે જે કાંઈ માનતા હોય અથવા તો જુની રુઢીઓ એમના મનમાં જડઘાલીને બેઠી હોય,એને પુષ્ટિ આપવા માટેજ એનો ઉપયોગ કરતા હોયછે.નવીવાતને આપણે જલ્દી સ્વીકારી કે પચાવી શકતા નથી.બાળક જ્યારે પહેલીવાર જાણે છે કે,માથા ઉપરનો આસમાની ઘુમ્મટ માત્ર ખાલી જગ્યા છે,ત્યારે તે આઘાત અનુભવે છે.આકાશ-જેને તે પોતાની નજરે જુએછે,તે માત્ર ખાલી જગ્યા કઈ રીતે હોઈ શકે?અને ખાલી જગ્યા હોય તો કેટલી હશે ?પછી શુંહશે ?એની સમજમાં કોઈરીતે એ વાત ઉતરતી નથી.
એવુંજ જ્ઞાન અને વિજ્ઞાનની દરેક બાબતનું છે.દરેક નવીવાતથી માણસ આઘાત અનુભવે છે,પરંતુ સાચીવાત એના શુદ્ધ સ્વરુપે સ્વીકારવામાં જ માનવજાતનું ભલું થયુંછે.સત્યનો ઈનકાર કરવાથી એનું અસ્તિત્વ મટી જતું નથી.
ગેલીલીયોએ અનેક સંશોધનો કરીને,અનેક વખત ખાતરીઓ કર્યાં પછી,જ્યારે જાહેર કર્યું કે,સુર્યમાં ડાઘ છે,ત્યારે લોકો એના ઉપર ઉકળી ઉઠ્યા.સુર્યને તો લોકો દેવ માનતા હતા એમાં ડાઘ કઈરીતે હોઈ શકે?ગેલીલીયોએ ઘણા માણસોને સુર્યમાં રહેલા ડાઘ બતાવ્યા,છતાં લોકો,એ વાત સ્વીકારવા તૈયાર નહોતા.સુર્ય દેવમાં ડાઘ હોયજ નહીં,'તારું દુરબીન ખોટુંછે'.
ગેલીલીયોને એમણે ધાર્મિકમાન્યતાઓની વિરુદ્ધમાં વાત કરવાબદલ જેલમાં પુરી દીધો.લોકોને ગેરરસ્તે દોરવાબદલ,જુઠી વાતો કરવાબદલ ધર્મગુરુઓએ તેને માફી માગવા કહ્યું.ગેલીલીયો શરુઆતમાં તો પોતાની વાતપર અડગ રહ્યો,પરંતુ એને એટલો ત્રાસ અપાયો કે,આખરે એ ભાંગી પડ્યો.અને છેવટે એણે કબુલ કરી લીધું કે,સુર્યમાં ડાઘ હોવાની વાત ખોટી છે.પોતે પાપ કરેલું છે.એ બદલ પોતે માફી માગેછે.
આવી યાતનાઓ આપનારા,એમના સમયના મોટા પંડીતો અને વિદ્વાનો હતા.એવા પંડિતો કે જેમનાં મગજ જૂનીવાતોથી ભરાયેલાં હતાં.નવાં જ્ઞાનમાટે એ મગજમાં કોઈ જગ્યા જ નહોતી.જે પોતાની જાતને વિદ્વાન માને છે,એનું મગજરુપી પાત્ર હંમેશાં છલોછલ ભરેલું જ રહે છે,એટલે એમાં નવું કશું ઉમેરી શકાતું નથી.અને જે જુનું હોયછે,એ વાસી થઈ ગયેલું હોય છે.હંમેશાં વાસી વસ્તુઓ કાઢતાં રહેવું જોઈએ,અને તાજી વસ્તુઓ માટે જગા કરતાં રહેવું જોઈએ.
કેટલાક એવા વિદ્વાનો પણ હોયછે,જે માહિતીનો ભંડાર હોવાનો દેખાવ કરવા માટે,નવા જ્ઞાનને પોતાના મગજના કમ્પ્યુટરમાં સંઘરી રાખેછે,અને એનો ઉપયોગ પોતાનો સ્વાર્થ સાધવામાં કે પોતાની માન્યતાઓને સાચી સાબિત કરવા માટે,એક દલીલ તરીકે જ કરેછે.આવા માણસોને વિજ્ઞાનનું જ્ઞાન હોવાછતાં,એ જ્ઞાનનો કોઈ ફાયદો મળતો નથી.બહુ ઓછા માણસો આધુનિકજ્ઞાનનો પોતાની જ્ઞાનની પ્યાસ બુઝાવવા માટે અભ્યાસ અને સ્વિકાર કરતા હોયછે.
હું અહીં વિજ્ઞાનને એક અવસર આપવાની વાત કરુંછું.સત્યને આવકારવા માટે તમારાં મનનાં કમાડ હમ્મેશાં ખુલ્લાં રાખજો.સત્યનો સ્વીકાર કરનારને હમ્મેશાં ફાયદો થાયછે.માનવજાતે જે કાંઈ પ્રગતિ કરીછે,એ વિજ્ઞાન અને સત્યને આભારી છે.બાકી તો,સત્યના પાવર હાઉસમાં વિજળી ઉત્પન્ન થયા જ કરેછે.આપણે જો એનો ઉપયોગ કરી શકીએ,તો આપણાં દિલમાં દિવો થઈ શકે.અને જો ઉપયોગ ન કરી શકીએ,તો આપણે અંધારામાં અથડાતા રહીએ.જ્ઞાનની નદી તો વહેતી જ રહેછે,એ આપણી ઓશિયાળી નથી.જે એમાં ડુબકી મારે છે,એ સ્વચ્છ થાય છે,જે એમાંથી પાણી પીએ,એની તરસ છીપે છે.
અહીં એકવાત યાદ રાખવાની જરૂર છે.વિજ્ઞાનની માન્યતાઓ બદલાયા કરેછે.એક વ્યક્તિ આજે જે સાબીત કરેછે,તે વાત કાલે ખોટી પડી શકે.આપણે ધિરજપૂર્વક સત્યનો સ્વિકાર કરવો જોઈએ,આંખો બંધ ન કરી દેવી જોઈએ.આ જગતને બાળકના કુતૂહલથી જોતાં શીખવું જોઈએ.
જ્ઞાન અને વિજ્ઞાન બંન્ને એકબીજાના પૂરક છે,તો એકબીજાનો સ્વિકાર કરવો અનિવાર્ય છે,જો વિજ્ઞાન સાથે જ્ઞાનની વાત કરતાં હો તો એનો સ્વિકાર પણ કરજો, લાતમલાત કરવા ના બેસી જતા...નહિતર ગધામાં અને જ્ઞાનીમાં કોઇ ફરક નહીં રહે...
સમજ્યા મારા વ્હાલાઓ.....???

Gujarati Quotes by Kamlesh : 111036562
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now