સ્કૂલમાંથી વિદાય વખતે....
'કંઈપણ ન હતાં અમે એકબીજાના,
હવે,કંઇક જ નથી એકબીજાના,
રહેવું છે બધું ભૂલી સંગાથમાં,
સદાય પરોવાઈ જઈશું એકમેકમાં,
બંધાઈ ગયા હતા અમારા સંબંધો અજાણતા
હસાવતી અમને 'દિવ્યા'ની 'ભુમિકા'
એમાં સાથ આપતા 'પારુલ' 'પ્રિયંકા' ને 'વંદના'
હતી 'ઈશા' ને 'રૂપલ' મારી 'ઝંખના'
એ રહેતા 'પાયલ'ના ઝણકારમાં
પૂરી કરીશું દરેકની 'અભિલાષા' ને
રહીશું પોતાના 'સપના' ની 'જ્યોતિ' માં
આવશે અંતર અમારા સંબંધોમાં
છતાંય સાથે રહીશું સુખ ને દુઃખમાં
ને રાખીશું એકબીજાને અંતરમાં '