Gujarati Quote in Story by bharat maru

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

એક બીજ હતું.જમીનના અંધકારમાં દટાઇ ગયું.પોતાની જાતને તોડી નાંખી.પોતાની જાતનું રૂપાંતરણ કર્યું.બે ભાગમાં વહેંચાયું.એક મજબુત મુળ અને એક કોમળ કુંપણ.મુળથી જીવનરસ મેળવતું રહી એક દિવસ જમીનની બહાર દેખાયું.પછી તો ધીમે ધીમે ફેલાવો કરતું ગયું.પણ જેમ મોટું થયું એમ તકલીફો પણ વધી.કયાંરેક ધોમધખતો તાપ આવ્યોં.કયાંરેક સુસવાટા કરતા પવનની ધપાટો આવી.કયાંરેક તો વળી એવો ધોધમાર વરસાદ આવ્યોં કે એને પોતાના મુળ ધોવાઇ જવાનો ડર લાગ્યોં.પણ જેમતેમ કરીને પોતાની જાત બચાવી રાખી,ટકાવી રાખી.એ હિંમત ન હાર્યોં.એટલે જ એનો વિકાસ આકાશ તરફ થતો રહયોં.એનો ફેલાવો ચારેતરફ લહેરાતો થયો.આખરે એક દિવસ એના પર ફુલ આવ્યાં.ત્યાંરે લોકોનું એના પર ધ્યાન ગયું.'અરે કેવા રંગીન ફુલો છે.કેવી સરસ સુવાસ છે.' જેવી વાતો થવા લાગી.એના ફુલોને લીધે બધા એની નજીક આવવા લાગ્યાં.એના ફોટા પણ પડવા લાગ્યાં.ત્યાંરે એને મનોમન હસવું આવ્યું અને મનોમન જ બબડયું કે
'કોઇને મારા સંધર્ષ,મહેનત કે દુ:ખો સાથે કશી લેવાદેવા નથી.એમને તો ફકત દેખાતા બાહ્ય પરીણામ સાથે મતલબ છે.પરીણામના રંગીન અને સુગંધીત ફુલો જ આકર્ષીત કરે છે.સંઘર્ષ તો મારો પોતીકો, મારો સાથી, મારો પડછાયો છે.પરીણામના પુષ્પો તો જાહેર સંપતી જેવા છે.પણ સંઘર્ષ પર તો માત્ર મારો જ હકક અને કબજો છે.હું સંઘર્ષનો માલીક છું.' પછી એ છોડ જીવનની સમગ્રતાને આરે શાંતીથી લહેરાતો હતો.

Gujarati Story by bharat maru : 111036367
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now