Gujarati Quote in Shayri by SUNIL ANJARIA

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આંખો

વિશાલ વિશ્વ ને સૂક્ષ્મ માં સંઘરે છે આંખો
ઉર ની ઊર્મિઓ તણી બની રહે છે પાંખો

હૈયા ની વાત હોઠે હડસેલે આંખો
વહાલપ ના વહાલ ખોલી ખેલે છે આંખો।

ધરતી ના છેડા ને કરે પાર છે આંખો
આવતા ને મીઠો આવકાર દે આંખો

સર્જક ના સૌંદર્યો ભરી તે પીવે છે
રંગીન શમણાં સજાવી મન સાથ જીવે છે.

તેના આંસુ ના બુંદે મુનિવરો ડૂબે
આછેરી લાલાશ ખૂણે, રોષડો ઝળુંબે

વિદ્યા વારિ ને અંતરે ઉતારે આંખો
રુદિયા ની વાત નો રણકાર કરે આંખો

ખોવાઈ પોતાને જુઓ પ્રીતમ ની આંખો
ના જોઈએ દર્પણ તમે ખુદ ને ત્યાં ઝાંખો।

રે દંભ ના ડુંગર તળે દબાઈ ગઈ આંખો
કુદરત ના અચરજ ની કપાઈ ગઈ પાંખો

-સુનીલ અંજારીયા
22 બિરવા રો હાઉસ બોપલ વાદ 380058

Gujarati Shayri by SUNIL ANJARIA : 111036218
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now