પ્રતીક્ષા સવારથી સાંજ સુધી કરું છું,
નિસાસો લઈને ઘરે પાછો ફરું છું !
તારી એકાદ વાત તો સાચી નીકળશે!
એવા વિશ્વાસથી રોજ શ્વાસો ભરું છું
પહેલાં મારી રજુઆત તો સાંભળો !
આમ તો હું કોઈનેય ક્યાં કરગરું છું !
ચહેરા ઉપરથી સમજે કોણ વ્યથાને!
મારાં આસુંને કાગળ પર ચિતરું છું
આપવા ઈચ્છે છે તો આપી દે આજે,
ઓ ખુદા,હું કાયમ થોડોથોડો મરું છું